Thursday, March 24, 2016

કોન્ટેક્ટ લેન્સનો શોધક : એડોલ્ફ યુજીન ફ્રિક



  • કોન્ટેક્ટ લેન્સનો શોધક : એડોલ્ફ યુજીન ફ્રિક

  • નબળી દૃષ્ટિવાળાને ચશ્માના બદલે ઉપયોગી થતા કોન્ટેક્ટ લેન્સ જાણીતા છે. કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ફેશનમાં આંખની કીકીનો રંગ બદલવા માટે પણ થાય છે. કોન્ટેક્ટ લેન્સ આંખની કીકીના કદનું પાતળું ગોળાકાર આવરણ છે જે આંખની કીકી ઉપર ચોંટી રહે છે. કોન્ટેક્ટ લેન્સની શોધ જર્મન વિજ્ઞાાની એડોલ્ફ યુજીન ફ્રિકે કરી હતી.
  • એડોલ્ફ યુજીનનો જન્મ જર્મનીના કૈસર શહેરમાં ઈ.સ. ૧૮૨૯ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે થયો હતો. માર્બર્ગ શહેરમાં ગણિત અને ફિઝિક્સનો ઉચ્ચ અભ્યાસ કરી તે બર્લિનમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસમાં જોડાયો હતો. અભ્યાસ પૂરો કરીને ઝૂરિચ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો હતો. ઈ.સ. ૧૮૮૭માં એડીલ્ફે આંખની કીકી ઉપર ચોડી શકાય તેવા પાતળા કાચના કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા. પોતાના લેન્સનો તેણે સસલા ઉપર પ્રયોગ કરેલો. ત્યારબાદ ઘણા સમય સુધી પોતાની આંખમાં આ કોન્ટેક્ટ લેન્સ લગાડી પરીક્ષણોમાં તે સલામત જણાયા પછી શોધની જાહેરાત કરેલી. જોકે તેણે બનાવેલા કોન્ટેક્ટ લેન્સ વ્યવહારમાં ઉપયોગી થયા નહોતા પરંતુ કોન્ટેક્ટ લેન્સની શોધનો પાયો નાખ્યો હતો.
  • એડોલ્ફ યુજીને કોન્ટેક્ટ લેન્સ ઉપરાંત પ્રવાહીમાં પસાર થતા વાયુ અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ કરેલો. ધોરી નસ દ્વારા હૃદયમાં લોહી ધકેલવાની શક્તિ માપવાની પદ્ધતિ પણ તેણે શોધેલી. ઇ.સ. ૧૯૦૧માં તેનું અવસાન થયું હતું. ત્યારબાદ ૧૯૪૮માં કેવિન ટયૂહી નામના વિજ્ઞાાનીએ પ્લાસ્ટિકના કોન્ટેક્ટ લેન્સ બનાવેલા.