Thursday, March 31, 2016

નિકોલસ કોપરનિક્સ - ખગોળશાસ્ત્રમાં પ્રથમ પગલું



■ નિકોલસ કોપરનિકસ ■
- આજે આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે ઘણું જાણીએ છીએ. અવકાશ વિજ્ઞાનઓએ અંતરિક્ષનો અભ્યાસ કરીને ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. પરંતુ પુરાતન કાળમાં માણસને પૃથ્વી કે સૂર્ય ચંદ્ર વિશે કશી જ જાણકારી નહોતી.તે સમયે સૂર્ય અને ચંદ્ર દેવ ગણાતા તેમની પૂજા થતી. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ચંદ્ર તેની આસપાસ ફરે છે તેવી માન્યતા હતી. તે જમાનામાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વગેરેનો અભ્યાસ પણ થતો. સંશોધનના સાધનો પણ પૂરતાં નહોતા.તેમ છતાં કલ્પના અને ગણતરી વડે ઘણા સંશોધનો થતાં. ધર્મશાસ્ત્રીઓ પણ ઉચ્ચ કક્ષાના વિજ્ઞાાનીઓ હતા.

તેવા જમાનામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. આ શોધ પછી ખગોળશાસ્ત્રને નવી દિશા મળી અને વધુ સંશોધનો થવા લાગ્યા. નિકોલસ કોપરનિકસનો જન્મ ઇ.સ.૧૪૭૩ માં પોલેન્ડના એક સમૃદ્ધ નગર તોરૃનમાં થયો હતો. તેના પિતા ન્યાયાધિશ હતા. સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મેલા નિકોલસના પિતા તેની બાળવયમાં જ અવસાન પામેલા. નિકોલસનો ઉછેર તેના પાદરી મામાને ત્યાં થયો હતો. એટલે બાળવયથી જ તે ધાર્મિક વૃત્તિનો હતો. યુવાન થતા જ નિકોલસ પોલેન્ડની ક્રેકો યુનિવર્સિટીમાં જોડાયો હતો. તે સમયમાં વહાણવટાનો ઉદ્યોગ વિકાસ પામેલો. સાહસિકો લાંબી દરિયાઇ સફર કરતા. તેમને ભૂગોળ અને અવકાશના જ્ઞાાનની જરૃર હતી. નિકોલસે કાયદાનો અભ્યાસ કરેલો. તેના ધાર્મિક સ્વભાવને કારણે તેને લોકોની સેવા અને ધર્મપ્રચાર કરવાની ઇચ્છા હતી. ગરીબ દર્દીઓની સેવા કરવા તેણે તબીબી અભ્યાસ પણ કર્યો.

૧૫મી સદી સુધી લોકોમાં પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આસપાસ ફરીને ઉગે અને આથમે છે તેવી દૃઢ માન્યતા હતી. આ માન્યતાની વિરુદ્ધ બોલનારને લોકો અધર્મી કહીને વખોડતાં. ધર્મપ્રચાર અને લોકોની સેવા કરવામાંથી સમય મળે ત્યારે નિકોલસ અવકાશનો અભ્યાસ કરતો. તેની પાસે કોઇ સાધન કે પ્રયોગશાળા નહોતી પરંતુ જુદાજુદા ખગોળશાસ્ત્રીઓના તારણોની ગણતરી કરીને તેણે શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. નિકોલસ પોતાની આ શોધ જાહેર કરવાની હિંમત કરી શક્યો નહી. પોતે ધર્મગુરુ હતો એટલે આવી ધર્મ વિરુદ્ધ વાત લોકોને કઇ રીતે કહેવી તેની મુંઝવણમાં તે હતો. તે વૃદ્ધ થયો ત્યાં સુધી આ વાત જાહેર થઇ નહી.

પરંતુ વિતેનબર્ગ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર રેટીકસે નિકોલસે કરેલા સંશોધનનો ઉંડો અભ્યાસ કરીને આ શોધ પ્રસિદ્ધ કરવાની હિંમત કરી. તેણે નિકોલસના સંશોધનોને 'રીવોલ્યુશન સેલેશિયા' નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કર્યો. આ ગ્રંથ પ્રસિદ્ધ થયા પછી લોકોએ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તે વાત સ્વીકારી. આ મહાન સત્ય જગત સામે પ્રસિદ્ધ થયું ત્યારે નિકોલસ વૃદ્ધ અને અશક્ત હતો. તેના ફેંફસા અને હૃદય નબળા પડી ગયા હતા. જગત સમક્ષ એક મહાન સત્ય રજૂ કરીને તરત જ તેનું અવસાન થયું હતુ.

Thursday, March 24, 2016

કોન્ટેક્ટ લેન્સનો શોધક : એડોલ્ફ યુજીન ફ્રિક



  • કોન્ટેક્ટ લેન્સનો શોધક : એડોલ્ફ યુજીન ફ્રિક

  • નબળી દૃષ્ટિવાળાને ચશ્માના બદલે ઉપયોગી થતા કોન્ટેક્ટ લેન્સ જાણીતા છે. કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ફેશનમાં આંખની કીકીનો રંગ બદલવા માટે પણ થાય છે. કોન્ટેક્ટ લેન્સ આંખની કીકીના કદનું પાતળું ગોળાકાર આવરણ છે જે આંખની કીકી ઉપર ચોંટી રહે છે. કોન્ટેક્ટ લેન્સની શોધ જર્મન વિજ્ઞાાની એડોલ્ફ યુજીન ફ્રિકે કરી હતી.
  • એડોલ્ફ યુજીનનો જન્મ જર્મનીના કૈસર શહેરમાં ઈ.સ. ૧૮૨૯ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે થયો હતો. માર્બર્ગ શહેરમાં ગણિત અને ફિઝિક્સનો ઉચ્ચ અભ્યાસ કરી તે બર્લિનમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસમાં જોડાયો હતો. અભ્યાસ પૂરો કરીને ઝૂરિચ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો હતો. ઈ.સ. ૧૮૮૭માં એડીલ્ફે આંખની કીકી ઉપર ચોડી શકાય તેવા પાતળા કાચના કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા. પોતાના લેન્સનો તેણે સસલા ઉપર પ્રયોગ કરેલો. ત્યારબાદ ઘણા સમય સુધી પોતાની આંખમાં આ કોન્ટેક્ટ લેન્સ લગાડી પરીક્ષણોમાં તે સલામત જણાયા પછી શોધની જાહેરાત કરેલી. જોકે તેણે બનાવેલા કોન્ટેક્ટ લેન્સ વ્યવહારમાં ઉપયોગી થયા નહોતા પરંતુ કોન્ટેક્ટ લેન્સની શોધનો પાયો નાખ્યો હતો.
  • એડોલ્ફ યુજીને કોન્ટેક્ટ લેન્સ ઉપરાંત પ્રવાહીમાં પસાર થતા વાયુ અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ કરેલો. ધોરી નસ દ્વારા હૃદયમાં લોહી ધકેલવાની શક્તિ માપવાની પદ્ધતિ પણ તેણે શોધેલી. ઇ.સ. ૧૯૦૧માં તેનું અવસાન થયું હતું. ત્યારબાદ ૧૯૪૮માં કેવિન ટયૂહી નામના વિજ્ઞાાનીએ પ્લાસ્ટિકના કોન્ટેક્ટ લેન્સ બનાવેલા.

Thursday, March 17, 2016

થોમસ આલ્વા એડિસન - સૌથી વધુ શોધ કરનાર



■ થોમસ આલ્વા એડિસન :-

થોમસ આલ્વા એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ મિલાન, અમેરીકા ખાતે થયો હતો. તેઓ પોતાના પિતાના સાતમા અને અંતિમ સંતાન હતા. તેઓએ પોતાનું પ્રારંભિક શિક્ષણ પડતું મુક્યું હતું. તેઓ શોધક અને વ્યાપારી હતા. 
- વીજળીના બલ્બની શોધ તેમની સૌથી મહાન શોધ મનાઈ છે. થોમસ આલ્વા એડિસને તેના જીવન દરમિયાન ૨૦૦૦ કરતાં વધુ શોધો કરેલી. તેણે કરેલી કેટલીક શોધો જોકે નકામી પણ હતી. એડિસનની અજાયબ શોધો વિશે પણ જાણવા જેવું છે.
- એડિસને ૨૨ વર્ષની ઉંમરે ઇલેકટ્રિક મતદાન યંત્ર શોધેલું. તેમાં ઉમેદવારના નામવાળું બોર્ડ મુકાતું અને સાંસદોની પાટલી પર હા કે ના ની સ્વીચ મૂકાતી. જો કે આ યંત્ર અમેરિકાની સંસદમાં મંજૂર થયું નહોતું.
- ઇ.સ. ૧૮૭૬માં એડિસને શરીર પર ટેટૂ છૂંદવાની સ્ટેન્સીલ પેન શોધેલી.
- ઇલેકટ્રિસિટીના વપરાશનું મીટર પણ એડિસને શોધેલું તે જરા વિચિત્ર હતું. ઇ.સ. ૧૮૮૧ તેણે શોધેલા 'વેબમીટર'માં ઝીંક સલ્ફેટ સોલ્યુશન વપરાતું. વીજપ્રવાહ આ સોલ્યુશનમાંથી પસાર થાય ત્યારે તેમાં ઝીંકની કણીઓ જુદી પડતી. આ કણીઓનું વજન કરીને કેટલો વીજપ્રવાહ વહ્યો તે નક્કી થતું અને બિલ બનતું.
- ઇ.સ. ૧૮૯૯માં તેણે ઇલેકટ્રિક વડે ચાલતી કાર શોધવાની શરૃઆત કરી. તે માટે તેણે આલ્કલાઇન બેટરી બનાવી. તેની બેટરી વડે ઘણી કાર ચાલતી પરંતુ બેટરી વાંરવાર રિચાર્જ કરવી પડી. પેટ્રોલનો વપરાશ વધ્યા પછી એડિસને આ શોધ પડતી મૂકી.
- એડિસને તેના ફોનોગ્રાફનો ઉપયોગ કરીને બોલતાં રમકડાં બનાવવાના પ્રયાસો કરેલા ઢીંગલીની છાતીમાં નાનું ફોનોગ્રાફ મૂકીને સ્વીચ દબાવતાં તેનું રેકોર્ડિંગ વાગે તેવી તેમાં ગોઠવણ હતી. તેણે ઘણાં બાળગીતો રેકોર્ડ કરીને ઢીંગલીઓ બનાવી પરંતુ તે જમાનામાં રેકોર્ડિંગ પદ્ધતિ સંતોષકારક નહોતી વિકસી તેથી તેની રમકડાંની યોજના નિષ્ફળ ગયેલી.

Thursday, March 10, 2016

વિશ્વનો મહાન હાસ્ય કલાકાર - ચાર્લી ચૅપ્લિનની સંપૂર્ણ રોચક વાતો...

 

ચાર્લી ચૅપ્લિન
PDF માટે CLICK HEAR

સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન , કેબીઈ(KBE) (16 એપ્રિલ 1889 25 ડિસેમ્બર 1977) અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિનઅમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.ચૅપ્લિને અભિયન કર્યો છે, દિગ્દર્શન કર્યું છે, સ્ક્રિપ્ટ લખી છે ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં તો સંગીત પણ આપ્યું છે. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગધરાવતા કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે. મેરી પિકફોર્ડ, ડગ્લાસ ફેરબેન્કસ અને ડી. ડબલ્યુ. ગ્રિફીથ , અને ચૅપ્લિને સંયુક્ત રીતે યુનાઈટેડ આર્ટીસ્ટની 1919માં સ્થાપના કરી હતી. ચૅપ્લિન: અ લાઈફ (2008), પૂસ્તકની સમિક્ષા કરતા માર્ટિન શિફે લખ્યું હતું કે " ચૅપ્લિન માત્ર 'મોટા', ન હતા પરંતુ એક મહાસાગર હતા. 1915માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી. જ્યારે વિશ્વ પોતાને પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે આ અમુલ્ય ભેટ આપી. આ બાદ 25 વર્ષ સુધી અને મહામંદી અને હિટલરના ઉદય સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા હતા તેઓ અન્યો કરતા ઘણા મહાન હતા. જ્યારે લોકોને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે માત્ર એક જ વ્યકિત આટલું બધો આનંદ અને રાહત તેમને આપી જાય તે અંગે પણ ઘણી વખત શંકા જાય છે."


પૂર્વજીવન

ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિનનો જન્મ 16 એપ્રિલ, 1889માં ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો.તેમના માતાપિતા સંગીત હોલમાં લોકોનું મનોરંજન કરતા હતા. તેના પિતા ગાયક અને અભિનેતા હતા તો તેની માતા ગાયક અને અભિનેત્રી હતી. ચાર્લી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેઓ જુદા પડ્યા હતા.ચાર્લી ગીત ગાવાનું પોતાના માતાપિતા પાસેથી શીખ્યો હતો. 1891ના વસ્તીગણતરીના આંકડા બતાવે છે કે તેની માતા અભિનેત્રી હન્નાહ હીલ ચાર્લી સાથે અને તેના સાવકા ભાઈ સિડની સાથે વાલ્વુર્થની બારલો સ્ટ્રીટમાં રહેતી હતી. બાળક તરીકે ચાર્લી તેની માતા સાથે લેમબેથના કેન્નિન્ગટન રોડ પર વિવિધ જગ્યાએ રહ્યો હતો., જેમાં 3 પોવનેલ ટેરેસ, ચેસ્ટર સ્ટ્રીટ અને 39 મેથ્લે સ્ટ્રીટનો પણ સમાવેશ થાય છે. તેના દાદી અડધા જિપ્સી જેવા હતા. આ અંગે ચાર્લીને ઘણો જ ગર્વ હતો. પરંતુ તે દાદીને પોતાના ઘરના કબાટનું હાડપિંજર કહેતો હતો.". ચૅપ્લિનના પિતા, ચાર્લ્સ ચૅપ્લિન સિનિયર દારૂડિયા હતા અને તેમનો પોતાના પુત્ર સાથે ખૂબ ઓછો સંપર્ક હતો, કારણ કે પુત્ર ચાર્લી અને તેનો સાવકો ભાઈ તેના પિતા અને તેની રખાત, લુઈસ સાથે 287 કેન્નિન્ગટન રોડ પર રહેતા જ્યાં હવે તેમની યાદમાં ધાતુની પટ્ટી લગાવાઈ છે. તેનો સાવકો ભાઈ તેની માનસિક રીતે બિમાર માતા સાથે ક્લાઉસડોનના કેન હિલ એસ્લાયમ ખાતે રહેતો હતો. . ચૅપ્લિનના પિતાની રખાતે બાળકને આર્ચબીશપ ટેમ્પલ બોય સ્કૂલમાં મોકલી દિધો હતો. ચાર્લી 1901માં જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પિતા વધુ પડતા દારૂનાં સેવનને કારણે મૃત્યુ પામ્યા હતા. 1901ની વસ્તીગણતરી મુજબ ચાર્લ્સ લેમબેથના 94 ફેર્નડાલે રોડ ધ એઈટ લેન્કેશાયર લેડ્સ, ખાતે જ્હોન વિલિયમ જેક્સન સાથે રહેતો હતો. (સ્થાપકનો 17 વર્ષનો છોકરો).
જ્યારે ચૅપ્લિનની માતાએ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેની કંગાળ સ્થિતિનો અંત આવ્યો હતો. હેન્નાહ માટે 1894 તે એલ્ડેરશોટ ખાતે આવેલા ધ કેન્ટિન , થિયેટરમાં ગાતી હતી ત્યારે પ્રથમ કટોકટી આવી હતી. આ થિયેટર પર સૈનિકો અને તોફાનીઓની વધારે હાજરી રહેતી હતી. હેન્નાહને પ્રેક્ષકો તરફથી ફેંકાયેલી વસ્તુ દ્વારા ખૂબ ઈજા થઈ હતી અને તેનો ખૂબ હૂરિયો બોલાવીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવી હતી. સ્ટેજ પાછળ તે ખૂબ રડી પડી અને મેનેજર સાથે ખાસી દલીલો કરી. દરમિયાન પાંચ વર્ષનો ચૅપ્લિન સ્ટેજ પર એકલો જ પહોંચી ગયો અને તે સમયનું પ્રખ્યાત ગીત "જેક જોન્સ" ગાવા લાગ્યો.
આ બાદ ચૅપ્લિનની માતાએ ( તે સ્ટેજ પર લીલી હાર્લિ નામે પ્રદર્શન કરતી હતી )એ ફરીથી તેને કેને હિલ એસ્લાયમમાં દાખલ કરી દીધો. તેના પુત્રને તેણે લંડનના લેમબેથ ખાતે આવેલા વર્ક હાઉસમાં છોડી દીધો. આ પહેલા તેણે મધ્ય લંડન જિલ્લાના હેનવેલમાં કેટલીય શાળાઓમાં તેના પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો. જીવનની આટલી વિકટ સ્થિતિમાં બન્ને ચૅપ્લિન ભાઈઓ વચ્ચે ગાઢ સંબંધો વિકસ્યા હતા. તેઓ જ્યારે યુવાન થઈ રહ્યા હતા ત્યારે મ્યૂઝિક હોલ પ્રત્યે ખૂબ આકર્ષાયા હતા. તેમણે પૂરવાર કર્યું હતું કે તેમની પાસે સ્ટેજ માટેની પ્રતિભા છે ચૅપ્લિનની તેના આરંભકાળની ગરીબી તેના પાત્રો પર પણ પડી છે. તેની ફિલ્મમાં લેમબેથમાં તેણે દારૂણ ગરીબીમાં ગાળેલા જીવનને તેણે ફરીથી વણ્યાં હતા. ચૅપ્લિનની માતા 1928માં હોલિવુડમાં મૃત્યુ પામી હતી. તેના પુત્ર દ્વારા તેને અમેરિકા લઈ ગયાના સાત વર્ષ બાદ તેનું અવસાન થયું હતું. ચાર્લી અને સિડનીને ખબર ન હતી કે તેની માતાથી એક સાવકો ભાઈ પણ છે. આ પુત્ર વ્હિલર ડ્રાયડેનનો ઉછેર તેના પિતા સાથે થયો હતો. પરંતુ બાદમાં તેનો સંપર્ક તેના પરિવાર સાથે થયો અને તે હોલિવૂડ સ્ટુડિયોમાં ચાર્લી સાથે કામ કરવા માટે આવી પહોંચ્યો હતો.

એકેડેમી એવોર્ડ

ચૅપ્લિનને એક ઓસ્કાર મ્યૂઝિક સ્કોર માટે એકેડેમી એવોર્ડ , અને બે માનદ એકેડેમી એવોર્ડ આપવામાં આવ્યા હતા.

કમ્પેટિટિવ એવોર્ડ

1972માં ચૅપ્લિનને ક્લાઈરે બ્લુમની સહભૂમિકા ધરાવતી 1952ની ફિલ્મ લાઈમલાઈટ માટે બેસ્ટ મ્યૂઝિક ઈન એન ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર માટે ઓસ્કાર એવોર્ડ અપાયો હતો.આ ફિલ્મમાં બસ્ટર કેટોનની પણ ભૂમિકા હતી. આ એક માત્ર ફિલ્મ હતી જેમાં બે મહાનત્તમ કોમેડિયનો એક સાથે જોવા મળ્યા હતા.ચૅપ્લિનની રાજકિય સમસ્યાઓને કારણે જ્યાં ફિલ્મ બની હતી તેવા લોસ એન્જેલસમાં એક અઠવાડિયા માટે ચાલી ન હતી.આ માપદંડ 1972 સુધી લાગૂ પડ્યો ન હતો.
ચૅપ્લિને 1929માં ધ સર્કસ માટે એકેડેમી એવોર્ડમાં શ્રેષ્ઠ હાસ્ય દિગ્દર્શક, શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ અભિનેતા, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે ( જો કે એકેડેમીએ ચૅપ્લિનના સત્તાવાર રેકોર્ડમાં આ નામાંકન રાખ્યા નથી કારણ કે તેમને એક વિશિષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો.) માટે નામાંકન મળ્યા હતા. 1940ની ધ ગ્રેટ ડિક્ટેટર ફિલ્મ માટે તેને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન, તો 1948માં મોનસેઉર વેરડોક્સ માટે બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લેનનું નામાંકન મળ્યું હતું.ફિલ્મ નિર્માણના વર્ષો દરમિયાન ચૅપ્લિને એકેડેમી એવોર્ડ અંગે તિરસ્કારની ભાવના વ્યકત કરી હતી, તેનો પુત્ર ચાર્લ્સ જુનિયરે લખ્યું છે કે 1929માં તેમને મળેલા ઓસ્કાર એવોર્ડનો તેઓ ડોરસ્ટોપ તરીકે ઉપયોગ કરા હોવાની વાતથી એકેડેમી ચૅપ્લિન પર નારાજ થઈ હતી.આ કારણથી સમજી શકાય છે કે હોલિવૂડના શ્રેષ્ઠ ચિત્રો પૈકીના બેસીટી લાઈટ્સ અને મોડર્ન ટાઈમ્સ,ને એક પણ એકેડેમી એવોર્ડ માટે નામાંકન મળ્યું ન હતું. 

માનદ એવોર્ડ

16 મે 1929માં પહેલો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે હાલમાં જે રીતે મતદાનની પ્રક્રિયા છે તેવી ત્યારે ન હતી અને શ્રેણીઓ અંગે પણ અસ્થિરતા હતી.ખરેખર તો ચૅપ્લિનને ધ સર્કસ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ હાસ્ય દિગ્દર્શક તરીકેનું નામાંકન મળ્યું હતું. પરંતુ તેમનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું અને એકેડેમીએ " તેમની(ચૅપ્લિન) અભિનય, લખાણ અને નિર્માણ અને ધ સર્કસ ફિલ્મ બનાવવા માટે" ચૅપ્લિનને એક વિશેષ એવોર્ડ આપવાનું નક્કી કર્યું.તે વર્ષે જે ફિલ્મને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો તે ફિલ્મ ધ જેઝ સિંગર હતી. ચૅપ્લિને બીજો માનદ એવોર્ડ 44 વર્ષ બાદ 1972માં " મોશન પીક્ચરની કળામાં તેમના પ્રભાવ અને પાડેલી અસરોને કારણે " આપવામાં આવ્યો.આ એવોર્ડ સ્વીકારવા માટે તેઓ અમેરિકા આવ્યા હતા અને તેમને એવોર્ડ વખતે લોકોએ ઉભા થઈને કરેલું અભિવાદન પાંચ મીનીટ જેટલું હતું જે એકેડેમી એવોર્ડમાં સૌથી લાંબૂ હતું.

મહિલાઓ સાથે સંબંધો, લગ્ન અને બાળકો {pdfમાં}

નાઈટહૂડનો ખિતાબ

ચૅપ્લિનના નામનો સમાવેશ 1975ના ન્યૂ ઈયર્સ ઓનર લીસ્ટમાં કરવામાં આવ્યો હતો. 4 માર્ચના રોજ તેમને નાઈટહૂડનો ખિતાબ 85 વર્ષની ઉંમરે અપાયો તેમને આ ખિતાબ ક્વીન એલિઝાબેથ બીજા એ નાઈટ કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર કેબીઈ (KBE) આપ્યો. આ એવોર્ડની પ્રથમ વખત દરખાસ્ત 1931માં મુકવામાં આવી હતી પરંતુ પહેલા વિશ્વ યુદ્ધમાં કોઈ સેવા ન કરી હોવાને કારણે તેમજ કેટલાક વિવાદોને કારણે આ ખિતાબ અપાયો ન હતો. આ બાદ 1956માં ફરીથી તેના નામની દરખાસ્ત કરાઈ હતી પરંતુ રૂઢિચૂસ્ત સરકાર દ્વારા અમેરિકન સરકાર સાથે સંબંધો બગડશે તેવા ભયને કારણે દરખાસ્તને મંજૂરી અપાઈ નહીં. તે સમય ઠંડા યુદ્ધનો હતો. અને ત્યારે સુએઝ પર આક્રમણની તૈયારીઓ ચાલતી હતી.

મૃત્યુ

1960 બાદ તેમની તબિયત બગડવા માંડી હતી. તેમની અંતિમ ફિલ્મ અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ પૂરી કર્યા બાદ અને 1972માં એકેડેમી એવોર્ડ મેળવ્યા બાદ તબિયત વધુને વધુ બગડતી ચાલી.1977માં તબિયત એટલી ખરાબ થઈ કે તેઓ વાતચીત કરી શકતા ન હતા અને વ્હિલચેરમાં ફરવું પડતું હતું. તેઓ પોતાના સ્વિત્ઝલેન્ડના વેવેય ખાતે આવેલા નિવાસ્થાને 25 ડિસેમ્બર 1977માં ઉંઘમાં મૃત્યુ પામ્યાં. તેમને સ્વિત્ઝલેન્ડના વેડમાં આવેલા કબ્રસ્તાન કોર્સિયર-સૂરવેવેયમાં દફનાવવામાં આવ્યા હતા. 1 માર્ચ 1978ના રોજ તેમના મૃતદેહની કેટલાક સ્વીસ મિકેનિક દ્વારા ચોરી કરવામાં આવી જેથી ચૅપ્લિનના કુટુંબીજનો પાસેથી તેના બદલે નાણા મેળવી શકાય. પરંતુ કાવતરૂં નિષ્ફળ રહ્યું હતું. ભાંગફોડિયાઓને પકડી લેવામાં આવ્યા હતા. અને તેમના મૃતદેહને 11 અઠવાડિયા બાદ લેક જીનિવા નજીક દફનાવવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને વધુ ચોરી થતો અટકાવવા માટે 2 મીટર કોન્ક્રીટ નીચે દફનાવવામાં આવ્યો હતો.

અન્ય મુંગી કોમિક (ચિત્રવાર્તા) સાથે સરખામણી

1960થી ચૅપ્લિનની ફિલ્મોની સરખામણી તે સમયેના મહાન હાસ્યકલાકારો બસ્ટર કેટોન અન હેરોલ્ડ લોયડ સાથે થવા લાગી હતી. (મુંગી ફિલ્મો વખતના બે મહાન અભિનેતાઓ). ત્રણેયનો અલગ અલગ અંદાજ હતો. ચૅપ્લિનનું પાત્ર લાગણીશીલ અને દયા ઉપજાવતું હતું. (1920ના દાયકામાં ભારે લોકપ્રિય હતુ), લોયડ દરેક વ્યકિતને સ્પર્શતું હતું. તેમજ તેમના પાત્રમાં 1920નો આશાવાદ હતો. તો કેટોન કોઈ પણ સ્થિતિમાં અડગ રહેતા પાત્રની ભૂમિકા કરતા જે અત્યારના સિનેમામાં ખાસી લોકપ્રિય છે.ઐતિહાસિક સ્તરે, ચૅપ્લિન હાસ્ય કલાકારોનો પાયો નાંખવામાં પાછળ હતો. કેટોન અને હેરોલ્ડ લોયડે આ માટે ખાસી મહેનત કરી હતી.( ખરેખરમાં તો લોયડના પહેલાના પાત્રો "વિલિ વર્ક " અને " લોનસમ લ્યુક" ચૅપ્લિનના પાત્રની મજાક ઉડાવતા હતા. કેટલીય વખત લોયડે આ વાત માની છે તો કેટલીક વખત તેણે આ વાતથી દૂર જવાનો પ્રયાસ કર્યો છે).કેટોન જ્યારે ફિલ્મોમાં પ્રવેશ્યો ત્યારે ચૅપ્લિને મ્યુચ્યુલ સમયગાળો (1916-1917) વિતી ગયા બાદ કોઈ નવા પ્રયોગો કરવાનું બંધ કરી દિધું હતું.
વ્યવસાયિક રીતે ચૅપ્લિને મુંગી ફિલ્મોના કાળમાં સૌથી વધુ નાણા કમાવતી ફિલ્મો બનાવી હતી. જેમાં ધ ગોલ્ડ રશ નો પાંચમો નંબર છે. આ ફિલ્મે 4.25 મિલિયન ડોલર અને ધ સર્કસ નો સાતમો નંબર છે આ ફિલ્મે 3.8 મિલિયન ડોલરનો વકરો કર્યો હતો.જો કે, ચૅપ્લિનની ફિલ્મોનો કૂલ વકરો 10.5 મિલિયન ડોલર થતો હતો જ્યારે હેરોલ્ડનો વકરો 15.7 મિલિયન ડોલર થતો હતો. ( લોયડ વધુ ફાયદાકારક હતા. તેમણે 1920ના સમયગાળામાં 12 ફિલ્મો રજૂ કરી જ્યારે ચૅપ્લિને માત્ર 3 ફિલ્મો રજૂ કરી હતી).બસ્ટર કેટોનની ફિલ્મો ચૅપ્લિન કે પછી લોયડ જેટલી સફળ રહી ન હતી. તેમજ તેની લોકપ્રિયતા પણ એટલી બધી ન હતી. માત્ર તેને 1950 અને 1960ના દાયકામાં વિવેચકોએ તેના અભિનયને વખાણ્યો હતો.
તેમની તંદૂરસ્ત વ્યવસાયિક સ્પર્ધા સિવાય ચૅપ્લિન અને કેટોન એકબીજા પ્રત્યે ઉંચો મત ધરાવતા હતા.કેટોને પોતાની આત્મકથામાં લખ્યું છે કે ચૅપ્લિન અત્યાર સુધીના મહાન હાસ્ય કલાકાર હતા અને મહાન કોમેડી ડિરેક્ટર પણ હતા.તો ચૅપ્લિને પણ કેટોનની પ્રશંસા કરી છે. ચૅપ્લિને કેટોનને યુનાઈટેડ આર્ટીસ્ટમાં જોડાવવા માટે 1925માં આમંત્રણ આપ્યું હતું. તેમણે 1928માં એમજીએમમાં જોડાવવાના જોખમી પગલાથી દૂર રહેવાની પણ સલાહ આપી, આ ઉપરાંત ચૅપ્લિનની અંતિમ અમેરિકન ફિલ્મ, લાઈમલાઈટ માં કેટલોક ભાગ કેટોન માટે લખ્યો હતો. 1915 બાદ પ્રથમ વખત તેઓ સાથે દેખાયા હતા. ચૅપ્લિન તેમના અનુગામી, ફ્રેન્સ મુંગી ફિલ્મોના હાસ્ય કલાકારમેક્સ લિન્ડેરની પણ પ્રશંસા કરી હતી અને એક ફિલ્મ તેમને સમર્પિત કરી હતી.