Thursday, February 18, 2016

ભારતના મિસાઈલ મેન : એ.પી.જે. અબ્દુલ કલામ

  • અબ્દુલ કલામ

ભારતના રાષ્ટ્રપતિ
એ. પી. જે. અબ્દુલ કલામ
A. P. J. Abdul Kalam 2006-08-11.jpg
જન્મની વિગત૧૫/૧૦/૧૯૩૧
રામેશ્વરમ, ભારત
મૃત્યુની વિગત૨૭/૦૭/૨૦૧૫
શિલોંગ, મેઘાલય
કાર્યકાળ૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૫ જુલાઇ ૨૦૦૭

હુલામણું નામમિસાઇલ મેન
અભ્યાસએરોસ્પેસ અભિયંતા
ખિતાબભારત રત્ન
જીવનસાથીઅપરણીત
વેબસાઇટ
http://www.abdulkalam.com
અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.
રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું. .
હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયું.

રાજકીય દ્રષ્ટિ

એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

સન્માન અને ખિતાબો

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે. ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માંપદ્મવિભૂષણથી નવાજ્યા છે ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો. ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.
Pdf fileમાં ઓડીયો મુકેલ છે. જે Adobe redear મા સાંભળી શકાશે ...
Pdf file માટે CLICK HERE  
સન્માન કે ખિતાબનું વર્ષસન્માન કે ખિતાબનું નામસન્માનીત કરનાર સંસ્થા
૨૦૧૪ડૉક્ટર ઓફ સાયન્સએડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.
૨૦૧૨ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa)સિમોન ફ્રેઝર યુનિવર્સિટી
૨૦૧૧IEEE માનદ સદસ્યતાIEEE
૨૦૧૦ડૉક્ટર ઓફ ઈજનેરીયુનિવર્સિટી ઓફ વોટરલૂ
૨૦૦૯માનદ ડૉક્ટરેટઓકલેન્ડ યુનિવર્સિટી
૨૦૦૯હૂવર મેડલASME ફાઉન્ડેશન, યુ.એસ.એ.
૨૦૦૯ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડકેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ.
૨૦૦૮ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa)નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર
૨૦૦૮ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa)અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ
૨૦૦૭ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીકાર્નેગી મેલોન યુનિવર્સિટી
૨૦૦૭કિંગ ચાર્લ્સ II મેડલરોયલ સોસાયટી, યુ.કે.
૨૦૦૭ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સયુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે.
૨૦૦૦રામાનુજન એવોર્ડઅલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ
૧૯૯૮વીર સાવરકર એવોર્ડભારત સરકાર
૧૯૯૭ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૯૭ભારત રત્નભારત સરકાર
૧૯૯૪ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (ભારત)
૧૯૯૦પદ્મવિભૂષણભારત સરકાર
૧૯૮૧પદ્મભૂષણભારત સરકાર